ધોરણ ૯ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ

 ધોરણ ૯ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો 

ધોરણ ૯ ના પાઠ્યપુસ્તકો

અત્યારે કોરોના કાળમાં પાઠ્યપુસ્તકો સરળતાથી ઉપલબ્ધ નથી ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૯ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો નીચેની લીંક પરથી આપ  ડાઉનલોડ કરો.


પુસ્તકો ડાઉનલોડ કરવા વિષયના નામ પર ક્લિક કરો...


💥 ગુજરાતી(પ્રથમ ભાષા) (ગુજરાતી માધ્યમ માટે)

💥 ગુજરાતી(દ્વિતીય ભાષા)  (અન્ય માધ્યમ માટે)

💥 અંગ્રેજી(દ્વિતીય ભાષા)  (ગુજરાતી માધ્યમ માટે)

💥 હિન્દી(દ્વિતીય ભાષા) (ગુજરાતી માધ્યમ માટે)

💥 સામાજિક વિજ્ઞાન

💥 ગણિત

💥 વિજ્ઞાન

💥 સંસ્કૃત

💥 સંગીત

💥 ચિત્રકલા

💥 કમ્પ્યુટર

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, એ ગાંધીનગરમાં સેક્રેટર 10-એ માં આવેલ છે જેનું ભવન વિદ્યાયન તરીકે ઓળખાય છે.

એન. સી. ઈ. આર. ટી. દ્રારા તૈયાર કરવામાં આવેલા નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમોના અનુસંધાનમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિવિધ વિષયોના નવા અભ્યાસક્રમો તૈયાર કર્યા છે. જેને ગુજરાત સરકારના શિક્ષણવિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમના પરિપ્રેહ્યમાં તૈયાર કરાયેલા જુદા જુદા વિષયોના નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ ધોરણ 9ના આ પાઠ્યપુસ્તકો આ સ્તરે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. લેખક-સંપાદક સભ્યશ્રીઓએ આ પાઠ્યપુસ્તકની હસ્તપ્રતની નિર્માણ-પ્રક્રિયામાં પૂરતી કાળજી લીધી છે. લેખક-સંપાદકોએ રાજ્યનાં પાઠ્યપુસ્તકો વધુ ગુણવત્તાસભર બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે.

આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરતાં પહેલાં આ હસ્તપ્રતની શિક્ષણકાર્ય કરતાં શિક્ષકો- તજૂજ્ઞ દવારા સર્વાગીણ સમીક્ષા કરાવવામાં આવી છે. સમીક્ષાના સુધારા-વધારા આમેજ કરવામાં આવ્યા છે. તેમ જ મંજૂરી-ક્રમાંક-પ્રક્રિયા દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે કરેલ ચકાસણી-અહેવાલ બાદ મળેલા સુધારા-વધારા આમેજ કરી આ પાઠ્યપુસ્તકની આખરી પ્રત તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

નવા અભ્યાસક્રમમાં ભાષા-અભિવ્યક્તિ અને લેખન અંગેની વિગતો દ્વારા વિદ્યાર્થીઓ ભાષાની ખૂબીઓ સમજે અને વધુ મહાવરો કરે તથા તેમની સંવેદનશીલતા કેળવાય તેવી કૃતિઓ પસંદ કરવા અંગે પૂરતું ધ્યાન આપ્યું છે. શિક્ષક વર્ગખંડમાં કૃતિ રજૂ કરતી વખતે કઈ કઈ કાળજી લે તે અંગેની વિગતો પણ આ વખતે ઉમેરવામાં આવી છે.

પ્રસ્‍તુત પાઠયપુસ્તકને રસપ્રદ, ઉપયોગી અને ક્ષતિરહિત બનાવવા માટે પૂરતી કાળજી લીધી છે તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી પાઠયપુસ્તકની ગુણવત્તા વધારે તેવાં સૂચનો હરહંમેશ આવકાર્ય છે.



Comments

Popular posts from this blog

ધોરણ ૧૦ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો